મુંબઈ,તા.૧૨
મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ફિલ્મ ૮૩ કરવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મમાં દીપિકાના પતિ અને મોખરાના અભિનેતા રણવીર સિંઘ ૧૯૮૩ની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. કપિલ દેવ આ બાબતમાં સ્પષ્ટતા કરી ચુકવ્યા છે કે આ મારી બાયો-ફિલ્મ નથી, આ તો ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની કથા છે. જા કે એણે રણવીર સિંઘને જરૃરી તાલીમ આપવા માટેની તૈયારી દાખવી હતી.
આ ફિલ્મની આૅફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૃર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જાઇએ.
અત્યાર અગાઉ દીપિકા અને રણવીર સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મો સાથે કરી ચુકવ્યા છે- રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત. દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જાવા નહીં મળે.
ફિલ્મ ૮૩માં મોટે ભાગે ક્રિકેટ ટીમની વાત છે એેટલે હીરોઇનના પાત્રને બહુ ઝાઝો સ્કોપ નથી એવું દીપિકાને લાગ્યું હતું. આ રોલ કપિલ દેવની પત્નીનો હતો. ફિલ્મની કથામાં કપિલ દેવની પત્નીએ ઝાઝું કંઇ કરવાનું નથી એવું સ્ક્રીપ્ટ પરથી દીપિકાએ તારવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



