‘શ્રીદેવી બંગ્લો’ ટ્રેલર રિલીઝ, વિવાદોમાં સપડાઇ પ્રિયા પ્રકાશની ફિલ્મ

0
7

મુંબઈ,તા.૧૫
વર્ષ ૨૦૧૮માં એક નાનકડી વીડિયો કિલપ વાયરલ થઇ જવાના કારણે રાતોરાત સેલિબ્રિટી બની ગયેલ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર હિંદી સિનેમામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પ્રિયા ખુબ જ જલ્દી ફિલ્મ શ્રીદેવી બંગ્લોમાં કામ કરતી નજર આવશે. મલયાલમ ફિલ્મ ઓરુ અદર લવની એક્ટ્રેસ પોતાની પ્રથમ હિંદી ફિલ્મના વીડિયોને લઇ ચર્ચામાં છે. તેની પ્રથમ હિંદી ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ જ ટ્રેલરના રિલીઝ થયા બાદ પ્રિયાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.
ખરેખર ફિલ્મનું ટીઝર જાયા બાદ સાફ સમજી શકાય છે કે, ફિલ્મની વાર્તા બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી અને દુર્ઘટનાવશ થયેલ મોતની કહાની પર આધારિત છે. જાકે, આ માટે ફિલ્મમાં ન તો તેના ટ્રેલરમાં શ્રીદેવીને કોઇ ટ્રીબ્યૂટ આપવામાં આવ્યું છે અને ન તો ફિલ્મ તે વાતનો સ્વીકાર કરે છે કે આ ફિલ્મ શ્રીદેવીની મોતાની ઘટના પર આધારિત છે. આ જ વાતને લઇ પ્રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.
ફિલ્મના ટિઝરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે શ્રીદેવી એક પ્રખ્યાત મહિલા હતી અને દેશ-વિદેશોમાં તેની ફેન ફોલોઇંગ હતી. તેના પછી ટિઝર ધીરે-ધીરે દેખાય છે કે, શ્રીદેવી બહારતો પ્રખ્યાત હતી પરંતુ અંદરોઅંદર એકલી અને દર્દથી પીડાતી હતી. વીડિયોમાં તે દ્રશ્યને પણ દેખાડવામાં આવ્યું છે, જ્યારે ડ્રીંક કર્યા બાદ શ્રીદેવીનું બાથટબમાં ડુબવાથી મોત થઇ જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY