મુંબઈ,તા.૧૭
જાણીતા લેખક જાવેદ અખ્તરે યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાણીનો બચાવ કરતા કહ્યું કે, તે ફિલ્મ ઉદ્યોગના સૌથી શાલીન વ્યકિત છે. હિરાની પર ૨૦૧૮માં આવેલી ફિલ્મ સંજૂમાં તેની સાથે કામ કરનારી એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મગિલાએ ૩ નવેમ્બર ૨૦૧૮ના રોજ હિરાણીના સહયોગી અને સંજૂ ફિલ્મના સહાયક નિદેશક વિધુ વિનોદ ચોપડાને ઈમેલ કરીને આરોપ લગાવ્યા છે. પરંતુ હિરાણીએ આરોપોનું ખંડન કર્યું હતું.
જાવેદ અખ્તરે ટ્વીટર પર હિરાણીનું સમર્થન કરતા લખ્યું છે કે, હું ૧૯૬૫માં ફિલ્મ ઉદ્યોગમાં આવ્યો હતો. આટલા વર્ષો બાદ જા મને પૂછવામાં આવે કે આ ઉદ્યોગમાં સૌથી વધુ સભ્ય વ્યકિત કોણ છે તો લગભગ મારા મગજમાં આવનાર પ્રથમ નામ રાજૂ હિરાણી છે. જી બી શોએ કહ્યું કે, વધુ સારુ હોવું પણ વધારે ખતરનાક છે. અખ્તર પહેલા ફિલ્મ કલાકાર અરશદ વારસી, દિયા મિર્ઝા અને શરમન જાશી પણ હિરાણીનું સમર્થન કરી ચુક્વ્યા છે.
અભિનેતા શરમન જાશીએ ડાયરેક્ટર રાજકુમાર હિરાણીને એક ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યકિત ગણાવ્યા હતા. હિરાણી પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા શરમન જાશી કરે છે કે, હું હિરાણીની સાથે ઉભો છું અને તે વધુ નિષ્ઠાવાન, ચરિત્રવાન અને સન્માનિત વ્યકિત છે. તો બોની કપૂરે પણ રાજુકમાર હિરાણીનું સમર્થન કરતા કહ્યું કે, હિરાણી એક સારો વ્યકિત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




