વિવેક ઓબેરોય બહુમુખી અભિનેતાઃ ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ

0
4

મુંબઈ,તા.૧૭
‘પીએમ નરેન્દ્ર મોદી’ મુવી માટે બધા લોકો જાણવા માગતા હતા કે આ રોલ માટે આખરે વિવેકની પસંદગી શું કામ કરવામાં આવી છે. જાકે હાલમાં ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે આ પસંદગી પાછળના કારણની સ્પષ્ટતા કરી છે.
સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ”ફિલ્મમાં લીડ રોલ માટે વિવેકની પસંદગી કરવા પાછળ અનેક કારણ છે. તેઓ અનુભવી અભિનેતા અને પર્ફોમર છે. વિવેક મનોરંજન ઉદ્યોગમાં છેલ્લા ૧૮ વર્ષથી કામ કરી રહ્યો છે. તેઓ બહુમુખી અભિનેતા છે અને એક જ સમયે કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં અલગઅલગ પ્રકારના રોલ બહુ સરળતાથી કર્યા છે. હું ૨૦૧૪થી સાંભળી રહ્યો છું કે પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ પરેશ રાવલ કરશે પણ અમે આ માટે કિયારેય તેમનો સંપર્ક નથી કર્યો. ”
સંદીપ સિંહ આ પહેલાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી ચૂક્્યા છે. વિવેકની પસંદગી વિશે સંદીપ કહે છે કે ”હું એવો કલાકાર સાઈન કરવા ઇચ્છતો હતો જે શૂટિંગ પહેલાં પણ અમને હોમવર્ક માટે સારો એવો સમય આપે. આ ફિલ્મ મોદીજીના શરૂઆતના જીવનના તબક્કાને આવરી લે છે. હું એવા કલાકારની શોધમાં હતો જે ૨૦ વર્ષથી માંડીને ૬૦ વર્ષની વય સુધીનો રોલ સમાન નિષ્ઠા સાથે ભજવી શકે. આ માપદંડમાં વિવેક પાસ થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY