મુંબઈ,તા.૧૭
ટી-સિરીઝ કંપનીના માલિક અને ફિલ્મ મેકર ભૂષણ કુમાર પર શારીરિક શોષણની ફરિયાદ કરનાર મહિલાએ હવે તેની ફરિયાદ પાછી લઈ લીધી છે. મહિલાએ ભૂષણ કુમાર અને તેના કાકા કૃષણ કુમાર સામે આ ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. પરંતુ થોડા જ કલાકોમાં મહિલાએ માફી માંગીને આ ફરિયાદ પાછી લઈ લીધી હતી.
કૃષ્ણ કુમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, તેણે ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તે મહિલા સામે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારણકે તે મહિલા કૃષ્ણ કુમારને ધમકી આપતી હતી કે જા તે પૈસા નહીં આપે તો તે યૌન શોષણનો આરોપ લગાવીને બદનામ કરી દેશે. કૃષ્ણ કુમારે જણાવ્યું કે, તેણે પહેલાં આવા ઘણાં કોલને ઈગ્નોર કર્યા પરંતુ અંતે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે મહિલાને પૈસા ન મળતાં તેણે મારા અને મારા ભત્રીજા વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ ૧૬ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
મહિલાએ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું છે કે, આ આરોપ એકદમ ખોટા છે અને તેણે માત્ર પૈસા પડાવવા માટે આ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કૃષ્ણ કુમારને પણ તેમણે નોંધાવેલી ફરિયાદ પાછી લેવાની વીનંતી કરી છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં ‘મીટુ’ અભિયાન અંર્તગત ઘણાં લોકોના નામ સામે આવ્યા હતા અને તેમાં એક નામ ભૂષણ કુમારનું પણ હતુ. પરંતુ તે સમયે ભૂષણ કુમારે તેમના પર લગાવવામાં આવેલા દરેક આરોપો નકારી દીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




