આતંકી સંગઠન આઈએસના મોડ્યુલને તોડી પાડવા એનઆઈએના યૂપી,પંજાબમાં દરોડા

0
6

બે સંદિગ્ધ યુવકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઇ
મેરઠ,તા.૧૭
આઇએસઆઇએસ મોડ્યૂલ સક્રિય થયું હોવાની બાતમી બાદ નેશનલ ઇન્વેશ્ટીગેશન ટીમ(એનઆઇએ)એ ફરી એક વાર દરોડા પાડ્યા છે. આ દરોડા પંજાબ અને વેસ્ટર્ન યુપીના આઠ સ્થળો પર પાડવામાં આવ્યા છે. એનઆઇએની ટીમ યુપીના અમરોહા અને હાપુર સહિત અન્ય જગ્યાઓ પર પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, હાપુરથી બે સંદિગ્ધ યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
૨૬ ડિસેમ્બરે એનઆઇએની તપાસમાં આઇએસ મોડ્યૂલને હરકત ઉલ હર્બ એ ઇસ્લામ સક્રિય થયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હી સહિત ૧૬ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી પાંચ પશ્ચિમી યુપીના અમરોહા જિલ્લાના રહેવાસી હતા. આ ખુલાસા બાદ એનઆઇએની ટીમ લખનઉ પણ પહોંચી હતી અને અહિંયા પણ એક માતા-પુત્રની ધરપરડ કરવામાં આવી હતી.
હરકત ઉલ હર્બ એ ઇસ્લામના ખુલાસા બાદ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછમાં અનેક લોકોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ એનઆઇએએ એક પછી એક દરોડા પાડ્યા હતા. મેરઠમાં એક ગામમાં તો એનઆઇએ અત્યાર સુધી ૬ વાર દરોડા પાડી ચૂકી છે.આ જૂથે રીમોટ કોન્ટ્રોલ ગાડીઓ અને વાયરલેસ ડોરબેલની કથિત ખરીદી કરી હતી જેનો ઉપયોગ રિમોર્ટ કન્ટ્રોલ સંચાલિત વિસ્ફોટ ઉપકરણો બનાવવામાં કરવાના હતા. ચાર દિવસ પહેલા જ એનઆઇએએ હાપુરના પિપિલેન્ડા ગામમાં રહેનારા તાહિરના ધર પર ૭૦ સ્ટાફની ટીમની સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શહેઝાદની ધરપકડ કરવામાં હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY