મુંબઈ,તા.૧૭
સિમ્બાની સક્સેસ બાદ રણવીર સિંહ હવે પોતાની આગામી ફિલ્મ ગલી બાયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત વર્ષે રણવીર સિંહની ફિલ્મ પદ્માવત અને અંતમાં સિમ્બા સુપરહિટ રહી. જેણે ૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો. રણવીરનું નામ વિવાદોમાં તો ઓછું સપડાયું છે પરંતુ અન્ય કારણોસર તેનું નામ ચર્ચામાં રહ્યું છે.
રણવીર સિંહે યશરાજ બેનરની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. તે સમયે તેવી ખબરો આવી હતી કે રણવીર સિંહના પિતાએ આદિત્ય ચોપરાને ૧૦ લાખ રૂપિયા આપ્યાં હતા. જેથી તે તેમના માટે એક ફિલ્મ બનાવે. હવે રણવીર સિંહે પહેલવાર આ અંગે રિએક્શન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું કે તેણે પોતાના વિશ્ સૌથી મોટી અફવા કઇ સાંભળી છે. તેના જવાબમાં રણવીરે જણાવ્યું કે, મારા ડેબ્યૂ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મારા પિતાએ આદિત્ય ચોપરાને ૧૦ લાખ રૂપિયા આપ્યાં હતાં જેથી હું યશરાજ બેનર સુધી પહોંચી શકું. નિશ્વિત રૂપે આ સાંભળીને મને દુખ થયું હતું. તેનાથી મારા ટેલેન્ટ પર સવાલ ઉભા થાય છે.
રણવીર સિંહે જણાવ્યું કે, બોલીવુડમાં કરિયર બનાવવા માટે મે ઘણો સંઘર્ષ કર્યો છે. મને પોતાનીજાત પર ગર્વ છે. ઇન્ડસ્ટ્રીમાં જે લોકો સ્ટ્રગલ માટે આવે છે તેઓ મને મેસેજ કરીને પૂછે છે કે મે પૈસા ભેગા કરી લીધી છે હવે તમે જણાવો કે યશરાજ બેનર હેઠળ હું કેવી રીતે લાન્ચ થઇ શકું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



