ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ દિલ્હીમાં બોલાવ્યુ મુસ્લિમ સંમેલન

0
25

૭ ફેબ્રુઆરીએ દિલ્હીમાં અલ્પસંખ્યક અધિવેશન યોજાશે
ન્યુ દિલ્હી,તા.૫
લોકસભા ચૂંટણી નજીક આવતા હવે મુસ્લિમ મતો મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. જે અંતર્ગત ભાજપના બે દિવસના રાષ્ટ્રીય અલ્પસંખ્યક સંમેલન પછી હવે કોંગ્રેસે પણ લઘુમતીઓનું અધિવેશન યોજશે. દિલ્હીના શ્રી ફોર્ટ ઓડિટોરિયમમાં થનારા કોંગ્રેસના આ કાર્યક્રમમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને પાર્ટીના દરેક સીનિયર નેતા સામેલ થશે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ લઘુમતીઓને સાધવાના પ્રયત્નો કર્યા હતા. આ પ્રયત્નમાં ભાજપે લઘુમતી માટે ગત ગુરુવારે અને શુક્રવારે દિલ્હીમાં બે દિવસનું રાષ્ટ્રીય લઘુમતી સંમેલન રાખ્યું હતું. આ સંમેલન દ્વારા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના સીનિયર નેતાઓએ એવો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગત સરકારે અલ્પસંખ્યક અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ડરાવવાનું કામ કર્યું છે. જ્યારે મોદી સરકાર સૌનો સાથ સૌના વિકાસ વિશે કામ કરી રહી છે. મોદી સરકારમાં અલ્પસંખ્યક સમાજ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે.
કોંગ્રેસ પણ મુસ્લિમોને તેમના પક્ષમાં લાવવા માટે મહેનત કરી રહી છે. તેના માટે કોંગ્રેસ લઘુમતી કમિટીએ ૭ ફેબ્રુઆરીએ દિલ્હીમાં અલ્પસંખ્યક અધિવેશન કરવાના છે. માનવામાં આવે છે કે, આ અધિવેશનમાં દિલ્હી અને અન્ય રાજ્યોના કુલ ૪૦૦૦થી વધુ લોકો સામેલ થવાના છે. કોંગ્રેસે એક લાંબા સમય પછી લઘુમતી અધિવેશનનો નિર્ણય લીધો છે. તે માટે કોંગ્રેસના મુસ્લિમ નેતા તેને સફળ બનાવવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY