૧૪ વર્ષ બાદ પ્રદીપ સરકાર વિદ્યા સાથે ફરી ફિલ્મ બનાવશે

0
6

મુંબઈ,તા.૧૯
સિનિયર ફિલ્મ સર્જક પ્રદીપ સરકાર ચૌદ વર્ષના સમયગાળા બાદ ફરી એકવાર વિદ્યા બાલન સાથે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
આ બંનેએ ચૌદ વર્ષ પહેલાં પરિણિતા ફિલ્મ બનાવી હતી જે એ સમયે હિટ ગણાઇ હતી. પ્રદીપ સરકાર બિનોદિની દાસી તરીકે જાણીતી મહિલાની કથા પરથી ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. બંગાળી ભાષામાં આ મહિલા નોટી (નટીનો બંગાળી ઉચ્ચાર) બિનોદિની તરીકે ઓળખાય છે. મૂળ તવાયફ તરીકે ઓળખાથી બિનોદિનીને ૧૮મી સદીની આખરે પ્રસિદ્ધ નાટયકાર ગિરીશ ચંદ્ર ઘોષે એક નાટકમાં અભિનય કરવા મનાવી લીધી હતી. એ દિવસોમાં કોઇ સારા ઘરની મહિલા નાટકોમાં કે ત્યાર બાદ ફિલ્મોમાં કામ કરવા રાજી થતી નહોતી. બિનોદિનીએ એક નાટક કર્યા બાદ એ બંગાળી રંગભૂમિની સામ્રાજ્ઞા બની ગઇ હતી અને વરસો સુધી બંગાળી રંગભૂમિ પર એકચક્રી રાજ કર્યું હતું.
પ્રદીપ સરકારના પ્રવક્તાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું, આ કથા એવી છે જેમાં પાવરહાઉસ જેવા અદાકારની જરૃર પડે અને એટલેજ પ્રદીપદા વિદ્યાનો સંપર્ક સાધી રહ્યા છે. આ ફિલ્મ નટી બિનોદિનીની આત્મકથા અમર કથા પરથી બનશે જેમાં બિનોદિનીએ પોતાની સાથે પ્રેમનું નાટક કરીને પોતાની સાથે ખિલવાડ કરી ગયેલા પુરુષોની બેવફાઇની વાત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY