બધા હીરો બાવડેબાજ ન હોયઃ જોહન અબ્રાહમ

0
25

મુંબઈ,તા.૨૧
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમે કહ્યું કે વાસ્તવ જીવનમાં પરાક્રમો કરનારા મર્દ લોકો કસરતી કાયા ધરાવનારા કે બાવડેબાજ હોય એવું કાયમ બનતું નથી.
હાલ જ્હાન ૨૦૦૭-૦૮ની પાટનગર નવી દિલ્હીમાં બનેલી સત્ય ઘટના બાટલા હાઉસ એન્કાઉન્ટર પરથી બની રહેલી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં એ ડીસીપી સંજીવ કુમાર યાદવનો રોલ કરે છે. એ માટે એણે જાડ્ડી મૂછ પણ લગાડી છે. એ હસતાં હસતાં કહે છે કે મારી કસરતી કાયા અને જાડી મૂછ ઉપરાંત મને પોલીસ અધિકારીના યુનિફોર્મમાં જાઇને ઘણા અજાણ્યા લોકો ડરી જાય છે કે આ પોલીસ અધિકારી મને પકડવા તો નથી આવ્યો ને ?
હાલ આ ફિલ્મનું શૂટિંગ અતિશય ઝડપથી ચાલી રહ્યું છે કારણ કે એની રિલિઝ ડેટ જાહેર કરાઇ ચૂકી છે અને ફિલ્મ સર્જક પોતે જાહેર કરેલી તારીખે ફિલ્મ રજૂ કરી શકાય એ માટે તત્પર છે. સત્યમેવ જયતે ફિલ્મ હિટ નીવડયા બાદ જ્હાન ખુશ છે. એ બાટલા હાઉસ ઉપરાંત રોમિયો અકબર વોલ્ટર (રા) ફિલ્મ પણ કરી રહ્યો છે.
જા કે ખોતરી ખોતરીને પૂછવામાં આવવા છતાં એ રા ફિલ્મ વિશે કે એમાંના પોતાના પાત્ર વિશે માહિતી આપવાના મૂડમાં નથી. એ કહે છે કે થોડી ધીરજ રાખો. યોગ્ય સમયે બધી જાહેરાત કરવામાં આવશે. એ હેબીટેટ ફોર મેનિટી નામની એક એનજીઓ સાથે સંકળાઇને સોશ્યલ વર્ક પણ કરતો રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY