મુંબઈ,તા.૨૧
આ વર્ષની શરૂઆત ધમાકેદાર ફિલ્મ ઉરીથી થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બધાનું દિલ જીતી લીધું. ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જાવા મળ્યા છે. આ ફિલ્મે ૧૦ દિવસની અંદર બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. આ ફિલ્મ દેશભકિતના જાશથી ભરાયેલી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિવટર એકાઉન્ડ પર ફિલ્મના આંકડા શેયર કરીને મીડિયમ બજેટ ફિલ્મોની ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રીનો ચાર્ટ શેયર કર્યો છે.
આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ ૮.૨૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે શનિવારે ૧૨.૪૩ કરોડ રૂપિયા, રવિવારે ૧૫.૧૦ કરોડ રૂપિયા, સોમવારે ૧૦.૫૧ કરોડ રૂપિયા તેમજ મંગળવારે ૯.૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



