રોની સ્ક્રૂવાલાએ ખરીદ્યા સાનિયા મિર્ઝાની બાયો-ફિલ્મના રાઇટ્‌સ

0
5

મુંબઈ,તા.૨૨
ધીમી પણ મક્કમ ગતિએ મોખરાના ફિલ્મ સર્જક બનવા જઇ રહેલા રોની સ્ક્રૂવાલાએ ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયો-ફિલ્મ બનાવવાના રાઇટ્‌સ ખરીદી લીધા હોવાની જાણકારી મળી હતી. આમ તો ઘણા ફિલ્મ સર્જકો સાનિયાની બાયો-ફિલ્મ બનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ રોનીને સાનિયાની જીવનકથાના રાઇટ્‌સ મેળવી લેવામાં સફળતા મળી હતી.
જા કે હાલ રોની એ વિશે કશું કહેવા માગતા નથી. સાનિયાનો રોલ કઇ અભિેનેત્રી કરશે એ વિશે પણ હાલ કશું નક્કી કરાયું નથી એવી માહિતી પણ મળી હતી.
રોનીના પ્રવક્તાએ કહ્યું કે કરારમાં કેટલીક એવી શરતો હતી જેનું પાલન કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા થઇ જાય એ જરૃરી હતું જેથી પાછળથી ગેરસમજ કે વિવાદ ન સર્જાય. એવી કેટલીક શરતોના કારણે જ સાનિયાએ કરાર પર સહી સિક્કા કરવામાં સારો એવો સમય લીધો હતો. રોનીએ એને કન્વીન્સ કરવાના ભરપુર પ્રયાસો કર્યા હતા. આખરે સાનિયા સંમત થઇ હતી અને કરાર પર સહી કરી હતી.
સમર્થનવિહોણા અહેવાલ મુજબ ખુદ સાનિયા પોતાની બાયો-ફિલ્મમાં મુખ્ય રોલ કરશે. જા કે આ વાતોને ઔપચારિક સમર્થન સાંપડયું નથી. ટૂંક સમયમાં રોની પોતાની યોજના જાહેર કરે એવી શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY