મુંબઈ,તા.૨૨
હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજકાલ મોડી રાત્રે આગામી ફિલ્મ મરજાવનના એક્શન દ્રશ્યો કરી રહ્યો હોવાની જાણકારી મલી હતી.
તાજેતરમાં એણે જબરિયા જાડીનું પોતાના ભાગે આવેલું શૂટિંગ પૂરું કર્યું હતું. હવે એ મરજાવન કરી રહ્યો છે જેમાં રાત્રે કરાઇ રહેલા શૂટિંગમાં એ ફિલ્મી ગુંડાઓ સાથે ઢિશૂમ ઢિશૂમ કરી રહ્યો છે.
આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે આ દ્રશ્યમાં સિદ્ધાર્થનો ખભો અને પીઠ સળગી રહ્યાં હોય એવું દ્રશ્ય લેવાનું હતું એટલે ડાયરેક્ટરે બોડીડબલ લેવાની તૈયારી દાખવી હતી પરંતુ સિદ્ધાર્થે ડબલને બદલે પોતે આ શોટ કરવાનો આગ્રહ સેવ્યો હતો. એ પોતાના પાત્રને જીવંત કરવા ઉત્સુક હતો અને પોતે કરે તો દ્રશ્ય વધુ વાસ્તવિક બને એવું માનતો હોવાથી એણે પોતે આ દ્રશ્ય કર્યું હતું.
આ ફિલ્મમાં રિતેશ દેશમુખ એક દિવ્યાંગ ટાઇપનો રોલ કરી રહ્યો છે. એ આ સપ્તાહમાં શૂટિંગમાં જાડાશે અને ત્યારબાદ માર્ચ એન્ડ લગી શૂટિંગ ચાલશે એવી માહિતી પણ મિડિયાને આપવામાં આવી હતી. આ શિડયુલમાં સારા નરસા લોકો વચ્ચેના એક્શન દ્રશ્યો જ વધુ ઝડપવાના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



