મુંબઈ,તા.૨૨
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણાકા જલદી જ રિલીઝ થવાની છે. તે તેની ફિલ્મનું આજકાલ પ્રમોશન કરી રહી છે. ૨૬મી જાન્યુઆરીના એક દિવસ પહેલા આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. પરંતુ પ્રમોશન દરમિયાન કંગનાએ તેના કથિત એક્સ બોયફ્રેન્ડ ઋત્વિક રોશન પર કટાક્ષ કરતા આ વાત કહી છે.
આજકાલ કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મના ટ્રેલરમાં કંગના કહી રહી હતી કે ઝાંસી તમને પણ ચાહે છે અને મને પણ.. ફરક માત્ર એટલો છે કે તમારે રાજ કરવાનું છે અને મારે પોતાનાની સેવા. જ્યારે ઋત્વિકની ફિલ્મ મોહનજાદડોમાં પણ એક ડાયલોગ હતો જેમા તે કહેતા નજરે પડે છે કે અંતર છે તારે મોહનજાદડો પર રાજ કરવાનું છે અને મારે સેવા. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બન્ને ફિલ્મોના ડાયલોગ્સની તુલના કરી રહ્યા છે અને બન્નેની ફિલ્મ એક જેવી છે.
કંગના રનૌતે મીડિયા સાથે વાત કરતા ઋત્વિક રોશન પર નિશાન સાધતા કહ્યું કે, કોઇએ તે ફિલ્મ જાઇ પણ હતી. અમે આ અંગે કઇ પણ કહેવા માંગતા નથી. જા ઋત્વિક અને તેના ફેન્સ આ અંગે વાત કરવા માંગે છે તો આ ચર્ચા જરૂર આગળ વધારી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




