વિદેશી દારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાલીયા પોલીસ

0
37

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા પ્રોહી/જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક લગધીરસિંહ ઝાલા સાહેબ,અંકલેશ્વર ડીવીઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી ઝેડ.એન.ઘાસુરા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ વાલીયા પો.સ્ટે. વિસ્તારમા પ્રોડી અને જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાના ભાગ રૂપે ખાનગી બાતમીદારથી બાતમી હકિકત મળેલ જે આધારે મોજે કોઢ ગામે કોંઢ ગામે સીલુડી જવાના રસ્તા ઉપર મંજુબેન સોમાભાઇ વસાવા ના શેરડીના ખેતરના રોઢા ઉપર આવેલ મહુડાના ઝાડ નીચેથી ઝાડી ઝાંકરામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો ગે.કા.નો જથ્થો કુલ્લે નંગ – ૬૭૨ કુલ્લે
કિ,રૂ. ૬૭,૨૦૦/- નો દારૂ તથા પલ્સર મો.સા કિ.રૂ.૨૫૦૦૦/- મળી કુલ કિ.રૂ ૯૨,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ જથ્થો મંગાવનાર જયેશભાઇ વસાવા રહે. મુળ ઝોખલા તા. નેત્રંગ જી.ભરૂચ હાલ રહે.કોઢ તા.વાલીયા જી.ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરેલ છે. જે બાબતે વાલીયા પો.સ્ટે. ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY