ગોપીનાથ મુંડેના ભત્રીજા અને કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજ્ય મુંડેની માંગણી
મુંબઇ,તા.૨૨
સાયબર એક્સપર્ટ દ્વારા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઈવીએમ હેક કરીને જીત્યું હોવાના ઘટસ્ફોટ તેમજ આ વાત જાણનાર મંત્રી ગોપીનાથ મુંડેની હત્યાના દાવાને પગલે દેશમાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. મુંડેની મોતની તપાસ હવે ગુપ્ચતર સંસ્થા રીસર્ચ એન્ડ એનેલિસિસ વિન્ગ (રો) પાસે કરાવવાની માંગ ઉઠી છે.
ભાજપના નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ આ મુદ્દે રો અથવા સુપ્રીમ કોર્ટના જજ પાસે મોતની તપાસ કરાવવાની માંગ કરી હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ અમેરિકામાં શરણ મેળવવા અપીલ કરનાર સાયબર એક્સપર્ટના દાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જણાવ્યું કે ગોપીનાથ મુંડેને ચાહતા લોકોએ તેમના મોત સામે આંગળી ચીંધી છે. તેમણે પૂછ્યું છે કે ખરેખર આ મૃત્યુ દુર્ઘટના હતી કે કોઈ ષડયંત્ર.
૨૦૧૪ની લકોસભા ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા બાદ થોડા જ દિવસોમાં દિલ્હીમાં એક માર્ગ અકસ્માતમાં ગોપીનાથ મુંડેનું મૃત્યુ થયું હતું. આ અંગે ધનંજય મુંડેએ ટ્વીટ કરીને પણ રો અથવા સુપ્રીમના જજ પાસે તાત્કાલિક મૃત્યુ અંગેના કારણની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



