‘ગૂડ ન્યૂઝ’ સપ્ટેમ્બરની છઠ્ઠીએ રિલિઝ થશે

0
9

મુંબઈ,તા.૨૨
મોખરાના અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ગૂડ ન્યૂઝની રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.
આ એક કોમેડી ફિલ્મ છે જેમાં અક્ષય અને કરીનાએ સંતાન પ્રાપ્તિ માટે સરોગેટ મધરની લીધેલી સહાયની કથા છે. બંને સંતાન માટે ટળવળે છે અને એ માટે બનતા બધા પ્રયાસો કરે છે એવી વાત આ કોમેડી ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
અક્ષય અને કરીના ઉપરાંત આ ફિલ્મમાં પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ અને કિયારા અડવાણી પણ મહત્વના રોલ કરી રહ્યાં છે. આ બંને એવા પંજાબી યુગલનો રોલ કરે છે જે પણ સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરી રહ્યું છે.ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્‌વીટર પર મૂકેલી નોંધ મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરની છઠ્ઠીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. આ ફિલ્મ નવોદિત ફિલ્મ સર્જક રાજ મહેતાની છે.
કિયારા અને દિલજિતે ગયા વર્ષના નવેંબરમાં શૂટિંગ શરૃ કરી દીધું હતું. અક્ષય અને કરીના આ સપ્તાહના અંતે પોતાના હિસ્સાનું શૂટિંગ શરૃ કરશે કરશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY