ત્રિપુરામાં ૯૬ ખ્રિસ્તી પરિવારએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો

0
32

આ ગરીબ આદિવાસીઓને નિરક્ષરતાનો લાભ લઇ ખ્રિસ્તી બનાવ્યા હતાઃવીએચપી
અગરતલા,તા.૨૨
ત્રિપુરા રાજ્યમાં ૯૬ ખ્રિસ્તી પરિવારએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. આ ધર્મ પરિવર્તન માટે તેમને કોઇ દબાણ કરવામાં આવ્યુ નહોતું. આવો દાવો હિંદુ જાગરણ મંતે કર્યો છે.
વિશ્વ હિંદુ પરિષદે એવો દાવો કર્યો છે કે, જે પરિવારોએ હિંદુ ધર્મમાં ઘર વાપસી કરી છે તેઓ મોટા ભાગે ગરીબ અને મજુર વર્ગનાં છે અને ગયા વર્ષે તેમને પરાણે ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આ લોકો મુળ રીતે હિંદુઓ જ હતા પણ તેમને દબાણ કરીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા પણ હવે તેઓ સ્વેચ્છાએ પાછા હિંદુ ધર્મમાં આવ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદ આ કાર્યક્રમને ઘર વાપસી કહે છે. હિંદુ ધર્મમાં પાછા આવનારા આ આદિવાસી લોકો મોટાભાગે ચાનાં બગીચાઓમાં કામ કરે છે અને આદિવાસી ઓરાઆ અને મુંડા સમાજમાંથી આવે છે અને ઝારખંડ અને બિહારનાં વતનીઓ છે.
વિશ્વ હિંદુ પરિષદે એવુ કહ્યું કે, આ ગરીબ આદિવાસીઓને નિરક્ષરતાનો લાભ લઇને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી રાજનાથ સિંઘે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે, ઘર્મ પરિવર્તન ન થવુ જાઇએ. આ વિશે ચર્ચા થવી જાઇએ. અમે કોઇના પ્રત્યે ભેદભાવ રાખતા નથી. અમે જીતીએ કે હારીએ પણ ભેદભાવ રાખીશું નહીં. અમે માનીએ છીએ કે, દરેક વ્યક્તિ ધર્મ પાળવાની બાબતમાં સ્વતંત્ર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY