ભણસાલી ‘સેવન જી રેઇનબો કોલોની’ હિન્દીમાં બનાવશે

0
50

મુંબઈ,તા.૨૪
દક્ષિણ ભારતની બધી ભાષાઓમાં સુપરહિટ નીવડેલી ફિલ્મ સેવન જી રેઇનબો કોલોની પરથી ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
સૌ પ્રથમ આ ફિલ્મ પહેલાં તમિળ અને તેલુગુમાં બની હતી. બે અઢી દાયકા પહેલાં બનેલી અને હિટ નીવડેલી મ્યુઝિકલ ટ્રેજિક લવ સ્ટોરી એક દૂજે કે લિયેની જેમ આ પણ એક ટ્રેજિક લવ સ્ટોરી હતી પરંતુ દર્શકોને ખૂબ ગમી હતી અને બંને ભાષામાં હિટ નીવડી હતી.
ત્યારબાદ સેવન જી બૃન્દાબન કોલોનીના નામે આ ફિલ્મ ઊડિયા, કન્નડ અને બંગાળીમાં બની હતી અને આ ત્રણે ભાષામાં પણ આ ફિલ્મે બોક્સ આૅફિસ છલકાવી દીધી હતી.
લેટેસ્ટ માહિતી મુજબ પદ્માવત પછી થોડો સમય વેકેશન પર ગયેલા ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી હવે આ ફિલ્મ પરથી હિન્દી રિમેક બનાવવાનું વિચારી રહ્યા હતા અને એ દિશામાં સક્રિય થયા હતા. તેમણે આ ફિલ્મના રાઇટ્‌સ ખરીદી લીધા હતા એટલે એમ માની શકાય કે એ હિન્દીમાં આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY