જોહન અબ્રાહમ અભિનીત ‘રા’નો ફર્સ્ટ લૂક રિલિઝ

0
13

મુંબઈ,તા.૨૪
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમને અલગ પ્રકારના રોલમાં રજૂ કરતી ફિલ્મ રા (રોમિયો અકબર વોલ્ટર)નો ફર્સ્ટ લૂક રિલિઝ કરાયો હતો.
ચેક્સવાળું શર્ટ, કાર્ડિગન, હોઠ પર લટકતી સિગારેટ અને આંખોમાં વેધકતા સાથેનો જ્હાન આ ફર્સ્ટ લૂકમાં રજૂ થયો હતો. તાજેતરમાં રજૂ થયેલી એની બે ફિલ્મો પરમાણુ અને સત્યમેવ જયતે હિટ નીવડતાં રાતોરાત જ્હાન પણ સ્ટાર અને એ લિસ્ટનો કલાકાર ગણાતો થઇ ગયો હતો. આમ તો એ અગાઉ કેટલીક હિટ ફિલ્મોમાં ચમકી ચુકવ્યો છે પરંતુ એને યશ મળ્યો આ બે હિટ ફિલ્મોથી એમ કહી શકાય.
જ્હાને પોતાના ફર્સ્ટ લૂક સાથે સોશ્યલ મિડિયા પર લખેલા સંદેશામાં જણાવ્યા મુજબ ‘એક આદમી, અનેક ચહેરા, દેશના સંરક્ષણનું એકમાત્ર મિશન…એક દેશભક્તની સત્યઘટના પર આધારિત કથા ધરાવતી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર પ્રસ્તુત છે…’
૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની પાર્શ્વભૂમિમાં આ ફિલ્મની કથા રજૂ કરાઇ છે. જ્હાન અબ્રાહમ ઉપરાંત આ ફિલ્મમા ટીવી સ્ટાર મૌની રોય અને સિકંદર ખેર પણ ચમકી રહ્યાં છે.
આ ફિલ્મ નિર્માતા અજય કપૂરની છે જેની સાથે જ્હાન અગાઉ પરમાણુ ફિલ્મ કરી ચૂક્્યો છે. રોબી ગ્રેવાલ આ ફિલ્મના ડાયરેક્ટર છે. ફક્ત ૬૦ દિવસના એક શિડયુલમાં આખી ફિલ્મ શૂટ કરી લેવામાં આવી હતી. આ ફિલ્મ એપ્રિલની ૧૨મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. અગાઉ આ ફિલ્મ સુશાંત સિંઘ રાજપૂત કરવાનો હતો પરંતુ એણે તારીખોના ક્લેશને કારણે ફિલ્મ છોડી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY