મુંબઈ,તા.૨૫
પંજાબ નેશનલ બેન્કની ૧૩૦૦૦ કરોડની લોન ચુકવ્યા વગર પરદેશ ફરાર થઈ ગયેલા કૌભાંડી વેપારી નિરવ મોદીના મુંબઈ નજીક અલિબાગ ખાતે આવેલા ગેરકાયદેસર બંગલાને પાડી દેવાશે.
આ આલિશાન બંગલામાં નિરવ મોદી વૈભવી પાર્ટીઓ આપતો હતો.જિલ્લા કલેક્ટર કચેરીએ તપાસ બાદ બંગલો ગેરકાયદેસર રીતે બંધાયો હોવાનો રિપોર્ટ આપ્યો છે.બંગલો પાડતા પહેલા તેમાં રહેલી મુલ્યવાન વસ્તુઓને ઈડી દ્વારા કાઢી લઈને કલેક્ટર કાર્યાલયમાં જમા કરાવાઈ છે.
રાયગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે બંગલો તોડી પાડવા માટે હવે ઈડીની ઔપચારિક મંજૂરીની રાહ જાવાઈ રહી છે.બાકીની તૈયારીઓ થઈ ચુકી છે.૨૦૦૦૦ સ્કેવરફૂટમાં ફેલાયેલા બંગલાને પાડવા માટે ૪ દિવસ લાગશે.
નિરવ મોદીએ સરકારના કાયદાની સાથે સાથે પર્યાવરણના નિયમોનો પણ ભંગ કરીને બંગલો બનાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




