યૂપીમાં યોગી રાજમાં ૧૬ મહિનામાં ત્રણ હજારથી વધુ એન્કાઉન્ટર કરાયા

0
7

અત્યાર સુધીમાં ૭૮ ગુનેગારોના એન્કાઉન્ટરમાં મોત થયા
લખનઉ,તા.૨૫
યુપીમાં ભાજપની યોગી આદિત્યનાથ સરકાર બન્યાના શરુઆતના ૧૬ મહિનાઓમાં ૩૦૦૦થી વધારે એ્‌કાઉન્ટર કરવામાં આવ્યા છે.
પોલીસ એન્કાઉન્ટરના કારણે ગુનેગારોમાં ફફડાટ છે. અત્યાર સુધીમાં ૭૮ ગુનેગારોના એન્કાઉન્ટરમાં મોત થયા છે.
આ આંકડાની સત્તાવાર જાહેરાત યોગી સરકાર દ્વારા પોતાની સફળતા સ્વરુપે ૨૬ જાન્યુઆરીએ કરવામાં આવશે.દરેક જિલ્લા કલે્‌કટરને પત્ર લખીને સરકારે લોકો સુધી જે પણ કામ થયા છે તે પહોંચાડવા માટે કહ્યું છે.
જેમાં અપાયેલા આંકડા પ્રમાણે એન્કાઉન્ટરમાં ૭૦૪૩ અપરાધીઓની ધરપકડ કરાઈ છે.સામે ૮૩૮ ગુનેગારો એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થયા છે.
જેનો અર્થ એ થયો કે રોજે રોજ ૬ એન્કાઉન્ટર યુપીમાં થઈ રહ્યા છે અને રોજ ૧૪ ગુનેગારોની ધરપકડ થાય છે.દર મહિને ચાર ગુનેગારો મોતને ભેટ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY