કોર્ટે અરજીકર્તાને તતડાવ્યો સાથે સલાહ આપી ઉંમર સાથે ફેરફારોને સ્વિકારતા શીખો
મદ્રાસ,તા.૨૫
મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, લગ્નના ૧૬ વર્ષ બાદ પણ પત્ની જા સેક્સને લઈને ઈનકાર કરે તો તેને ક્રુરતા ના ગણી શકાય. કોર્ટે એક અરજી ફગાવતા આ ટિપ્પણી કરી છે. અરજીનાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર ક્રુરતાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે આ ઉપરાંત અરજીકર્તાને બરાબરનો ખખડાવ્યો હતો. સાથે કોર્ટે સલાહ પણ આપી હતી કે ઉંમર સાથે આવનારા ફેરફારોનો સ્વિકારતા પણ આવડવું જાઈએ.
અરજીકર્તાએ ૧૯૯૮માં મહિલા સાથે લગ્ન કર્યા હતાં. ૨૦૧૪માં તેણે ઈરોડની કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, મારી પત્ની મારી નિષ્ઠા પર શંકા કરે છે અને દામ્પત્ય અધિકારોથી મને વંચિત રાખે છે. જાકે આ મામલે કોર્ટે છુટાછેડા આપવાનો ઈનકાર કરી દીધો હતો.
કોર્ટના આ નિર્ણય વિરૂદ્ધ આ વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં આ અરજી પર જસ્ટિસ એસ, સુબઈયા અને જસ્ટિસ સી સરવાનની બેંચે સુનાવણી હાથ ધરી હતી. અરજીકર્તાના વકીલે હાઈકોર્ટની એક ડિવિઝનલ બેંચના એ નિર્ણયની યાદી તૈયાર કરી હતી જેમાં બેંચ કહી ચુકી હોય કે પત્નીએ પતિને સેક્સથી વંચિત રાખવો એ ક્રુરતાની શ્રેણીમાં આવતો અપરાધ છે. આ દલીલ પર કોર્ટે કહ્યું હતું કે, આ મામલો એ શ્રેણીમાં આવતો નથી કારણ કે બંનેના લગ્ન ૧૯૯૮માં થયા હતા અને બંનેને એક બાળકી પણ છે.
કોર્ટે કહ્યું હતું કે, લગ્નના ૧૬ વર્ષ બાદ સેક્સ કે દૈહિક ઈચ્છાઓની પૂર્તિમાં સહયોગ ના કરવો એ ક્રુરતા ના કહી શકાય. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રાકૃતિક છે જે અનેક ફેક્ટર પર નિર્ભર કરે છે, તેમાં વધતી ઉંમર પણ એક પરિબળ છે, માટે આ માટે કોઈને દોષી ના ઠેરવી શકાય.
આ મામલે કોર્ટના ધ્યાનમાં એ વાત પણ આવી હતી કે, આ મામલે પત્ની જ હકીકતમાં પ્રતાડિત થઈ છે. ૨૦૧૪માં તેને પતિના કોઈ અન્ય યુવતી સાથે શારીરિક સંબંધો વિષે જાણવા મળ્યું હતું અને એ જ વર્ષે બંને એકબીજાથી જુદા થઈ ગયાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



