‘ઠાકરે’ને પછાડી ‘મણિકર્ણિકા’એ ત્રણ દિવસમાં કરી ૪૨.૫૫ કરોડની કમાણી

0
10

મુંબઈ,તા.૨૮
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ કિવન ઓફ ઝાંસી’ હાલમાં બોકસ ઓફિસ પર છવાયેલી છે. પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મમાં લોકોને કંગનાની એક્ટિંગ પસંદ પડી છે અને આ કારણે જ ફિલ્મ પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. હવે આ ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે.
લેટેસ્ટ આંકડા પ્રમાણે મણિકર્ણિકાએ ત્રીજા દિવસે ૧૫.૭૦ કરોડ રૂપિયાની અને બીજા દિવસે ૧૮.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૮.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરીને સફળતા મેળવી છે. આમ, આ ફિલ્મે અત્યાર સુધી ૪૨.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ મણિકર્ણિકાઃ ધ કિવન ઓફ ઝાંસી શુક્રવાર (૨૫ જાન્યુઆરી)એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબરોય, ડૈની અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે.
ફિલ્મ ‘ઠાકરે’ નવાઝુદ્દીન સિદ્દીકીના કરિયરની બેસ્ટ ફિલ્મ કહેવાઇ રહી છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી. શુક્રવારે ફિલ્મે ૬ કરોડ રૂપિયા, શનિવારે ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે રવિવારે ૬.૯૦ કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે ફર્સ્ટ વીકમાં કુલ ૨૨.૯૦ કરોડની કમાણી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY