મ્યૂઝિકલ બેન્ડે ગીતમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કરતાં કોન્સર્ટ અધવચ્ચે જ રોકવી પડી

0
15

ચેન્નઇ,તા.૨૮
ચેન્નઇના વસંત નગર બીચ પર એક મ્યુઝિકલ બેન્ડને ગીતમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કરવાને કારણે કોન્સર્ટને વચ્ચે જ રોકવી પડી હતી. સ્ટ્રીટ કલ્ચરલ ફેસ્ટિવલમાં વગાડવામાં આવતા ગીતમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાસ્ટલેસ કલેક્ટિવ બેન્ડે જેવું પીએમ મોદી પર બનાવેલું ગીત શરૂ કર્યું કે પોલીસે ગીત રોકાવી દીધું હતું. પોલીસે આયોજકોને કહ્યું કે આ પ્રકારના રાજકીય ગીતોને વગાડવાની મંજૂરી ન આપી શકાય.
કાર્યક્રમનું આયોજન કરનાર ગાયક ટીએમ કિષ્નાએ કહ્યું કે, “પોલીસ અધિકારીએ અમને ગીત બંધ કરવાનું કહ્યું, કારણ કે આ ગીત રાજનીતિ પર હતું. આ માટે ગીત વગડી શકાયું ન હતું. આપણા દેશમાં રાજકીય ટિપ્પણીને નકારાત્મક રીતે જાવામાં આવે છે. આપણા દરેક પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ.”
દિલ્હીના પ્રસિદ્ધ ગાયક ટીએમ કિષ્નાની એક કોન્સર્ટ નવેમ્બરમાં રદ કરી નાખવામાં આવી હતી. દક્ષિણ પંથી ટ્રોલર્સ તરફથી સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા કેમ્પેઇન બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) તરફથી મજબૂરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હકીકતમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને તેના સાંસ્કૃતિક જૂથ SPIC-MACAY તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક ટીએમ કિષ્ના પરફોર્મ કરવાના હતા. જાકે, દક્ષિણ પંથીઓએ સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી દીધું હતું. તેમને ભારત વિરોધી અને અર્બન નક્સલી બતાવવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY