મુંબઈ,તા.૨૯
વિધુ વિનોદ ચોપરાની મહત્વાકાંક્ષી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાનું બીજું ટ્રેલર સોમવારે રિલિઝ થયું તેમાં ફિલ્મની કથામાં રહેલું રહસ્ય ખુલી ગયું હતું એવી હવા બોલિવૂડમાં પ્રસરી ગઇ હતી.
ફિલ્મનું પહેલું ટ્રેલર રજૂ થયું ત્યારે એક પ્રકારનું રહસ્ય સર્જાયું હતું કે આ ફિલ્મની કથામાં શું હશે ? પરંતુ બીજા ટ્રેલરે રહસ્યસ્ફોટ કરની નાખ્યો એવું ટ્રેડ પંડિતો માને છે.
એક મિનિટ અને ૪૨ સેકંડના આ ટ્રેલરને રિલિઝ કરતી વખતે સોનમે પોતાને એક કાચની પેટીમાં પૂરેલી હોય એવી એક તસવીર રજૂ કરી હતી. પહેલા ટ્રેલર પછી એવી હવા સર્જાઇ હતી કે આ તો હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાનની પ્રેમકથા છે. પરંતુ બીજા ટ્રેલરમાં આડકતરી રીતે એ માન્યતાને રદિયો અપાયો હતો. લડકી (સોનમ કપૂર)ના ભાઇને ખબર પડી જાય છે કે એની બહેન મુસ્લિમ યુવાનના પ્રેમમાં નથી. વાસ્તવમાં આ વાત બે બહેનપણીઓની છે.
એનો અર્થ એવો પણ નથી કે આ પ્રણય ત્રિકોણની વાર્તા છે. હકીકતમાં આ બે યુવતીઓની સમલિંગી પ્રેમની વાર્તા જણાય છે. એમાં રાજકુમાર રાવ પણ ચમકી રહ્યો છે. જાવાનું એ છે કે હીરોઇનની લેસ્બિયન પ્રેમની વાતને પરિવારના લોકો કેવી રીતે સહન કરે છે અને સ્વીકારે છે કે નહીં.
અગાઉ જા કે ઇન્ટરેનેશનલ ફિલ્મ સર્જક દીપા મહેતાએ આવીજ કથા ધરાવતી ફિલ્મ ફાયર રજૂ કરી હતી જેમાં શબાના આઝમી અને નંદિતા દાસ ઠાકુર ચમકી હતી. કેટલીક હિન્દુવાદી સંસ્થાઓએ આ ફિલ્મનો જારદાર વિરોધ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



