મુંબઈ,તા.૨૯
મોખરાનો અભિનેતા રિતિક રોશન ટૂંક સમયમાં એક વેબ સિરિઝ કરશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એને સાઉથના ટોચના ફિલ્મ સર્જક ૨.૦ ફેમ એસ શંકરે એક એક્શન ફિલ્મ માટે સાઇન કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા.
લેટેસ્ટ માહિતી મુજબ સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરિઝ આપનારા બેનરે રિતિક રોશનનો સંપર્ક સાધ્યો હતો અને એને એક વેબ સિરિઝની આૅફર કરી હતી.
હાલ રિતિક પટણાના ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ કરી રહ્યો છે. ઉપરાંત એ ટાઇગર શ્રોફ સાથે એક એક્શન ફિલ્મ પણ કરવાનો છે. એટલે હાલ એની પાસે તત્કાળ આપી શકાય એવી તારીખો નથી. આમ છતાં એને વેબ સિરિઝની આૅફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. હજુ કોઇ ઔપચારિક દસ્તાવેજા પર સહી સિક્કા થયા નથી પરંતુ રિતિકે વેબ સિરિઝ કરવાની હા પાડી હોવાની માહિતી મળી હતી.
આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે અન્ડર વાટર થ્રીલરની કથા ધરાવતી આ સિરિજની સ્ક્રીપ્ટ હાલ ફાઇનલ થઇ રહી હતી. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય ત્યારબાદ શંકર નક્કી કરશે કે એમને ફિલ્મ બનાવવી છે કે વેબ સિરિઝ. રિતિકને સ્ટોરીલાઇન પસંદ પડી ચૂકી છે. જા વેબ સિરિઝ બનશે તો એ ડિજિટલ પ્લેટફોર્મ પર રિતિકની એેન્ટ્રીમાં નિમિત્ત બની રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




