મુંબઈ,તા.૨૯
એ લિસ્ટના કલાકારોમાં સ્થાન મેળવી ચૂકેલો અભિનેતા આયુષમાન ખુરાના એની આગામી એક ફિલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.
અત્યાર અગાઉ આયુષમાને કદી આ પ્રકારનો રોલ કર્યો નથી. એ પહેલીવાર આવો રોલ કરવાનો છે. જા કે એ માટે એણે સારી એવી પૂર્વતૈયારી કરવી પડશે એમ એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.
અત્યાર અગાઉ આયુષમાને નોન-ટ્રેડિશનલ કહેવાય એવા રોલ વધુ કર્યા હતા. એની છેલ્લી ફિલ્મ બધાઇ હોમાં એણે પ્રૌઢ વયે પહોંચેલી માતાના સંકોચશીલ પુત્રનો અભિનય કર્યો હતો.
તાજેતરમાં વિવાદ સર્જી ચૂકેલી ફિલ્મ મુલ્કના સર્જક અનુભવ સિંહા આયુષમાનને લઇને એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આયુષમાન અને અનુભવ સિંહા પણ પહેલીવાર સાથે કામ કરશે.
આ સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર અગાઉ આવેલી આયુષમાનની મોટા ભાગની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ કન્ટેન્ટ જારદાર હશે. એનું મોટા ભાગનું શૂટિંગ કાનપુરમાં કરવાની યોજના છે. હાલ આયુષમાન જે ફિલ્મ કરી રહ્યો છે એ પૂરી થતાં અનુભવ સિંહાની ફિલ્મ શરૃ કરશે. ત્યાં સુધી અનુભવ સિંહાએ વાટ જાવી પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




