મુંબઈ,તા.૨૯
ઓસ્કાર પુરસ્કાર વિજેતા અને સંગીતકાર એ.આર. રહેમાન, યુટ્યુબ પર તેમના શો પર પહોંચ્યા પછી હવે ટીવી પર એન્ટ્રી કરવા જઇ રહ્યાં છે. રહેમાન સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઈસ’ માં સુપર જજ તરીકે જાવા મળશે. લાંબા સમય બાદ રહેમાન ટીવી પર આવા રિયાલિટી શોને જ્જ કરશે. જા કે, આ પહેલાં ૨૦૦૭માં મિશન ઉસ્તાદ નામથી સિંગિંગ રિયાલિટી શો માં જ્જ તરીકે નજર આવી ચુક્વ્યા છે.
આ શો ૩ ફેબ્રુઆરીથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થશે. રહેમાન આ ઉપરાંત આ સિંગિંગ રિયાલિટી શો માં અદનાન સામી, અરમાન મલિક, હર્ષદીપ કૌર અને કનિકા કપૂર જેવા ગાયકો પણ આ શોમાં માર્ગદર્શકો તરીકે જાવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં શો માટે એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ મહિનાના અંતમાં શોના શૂટિંગની શરૂઆત થવાની છે. આ પહેલા રિયાલિટી શો ની પહેલી સીઝન એન્ડ ટીવી પર પ્રસારિત થયો હતો. ત્યારબાદ બીજી સીઝન સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવી હતી અને ત્રીજી સીઝન સ્ટાર પ્લસ એન્ડ ટીવી પર એકસાથે પ્રસારિત કરવામાં આવશે.
આ શોમાંથી એક વધુ લોકપ્રિય નામ ઉમેરવામાં આવ્યું છે. શોની સ્ક્રીનની અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી શો હોસ્ટ કરવા જઇ રહી છે. દિવાળી પહેલા પણ ટીવી પર હોસ્ટ તરીકે જાવા મળી હતી, પરંતુ રિયાલિટી શોમાં આ તેનો પહેલો અનુભવ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



