જમીન પર પટકાઈ કંગનાની ‘મણિકર્ણિકા’

0
6

મુંબઈ,તા.૩૦
કંગના રનોતની ડ્રીમ પ્રોજેક્ટ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીની બોક્સ ઓફિસ પર ઓપનિંગ વીકેન્ડ બાદ કમાણી ધીમી થઈ ગઈ છે. પરંતુ ફિલ્મએ ૫માં દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રથમ ત્રણ દિવસમાં શાનદાર કમાણી બાદ અચાનક તેમાં ઘટાડો મેકર્સ માટે ચિંતાજનક છે. સારા રિવ્યૂ અને બોક્સ ઓફિસ પર સફળ શરૂઆત બાદ મૂવી માટે આ સરપ્રાઇઝ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા છે. તે પ્રમાણે મણિકર્ણિકાએ ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. સારા ફીડબેક છતાં મૂવીનો બિઝનેસ વહેંચાઈ ગયો છે. કેટલિક સર્કિટમાં ફિલ્મ સારૂ કરી રહી છે. પરંતુ કેટલિક સર્કિટમાં કમાણીની ગતી ધીમી થઈ ગઈ છે. ભારતીય બજારમાં ફિલ્મએ શુક્રવારે ૮.૭૫ કરોડ, શનિવારે ૧૮.૧૦ કરોડ, રવિવારે ૧૫.૭૦ કરોડ, સોમવારે ૫.૧૦ કરોડ, મંગળવારે ૪.૭૫ કરોડની કમાણી કરી હતી. ત્રણ ભાષાઓમાં મણિકર્ણિકાનું ૫ દિવસનું કલેક્શન ૫૨.૪૦ કરોડ રૂપિયા છે.
તેવામાં કંપનીની ફિલ્મનું બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ હશે. શરૂઆતી બિઝનેસને જાઈને લાગ્યું હતું કે મૂવી ૧૦૦ કરોડનો આંકડો આસાનીથી પાર કરી લેશે. બીજીતરફ મણિકર્ણિકાની કમાણીને ઉરી અને ઠાકરેથી પણ નુકસાન થયું છે. ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ઉરીએ ૧૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ કંગના માટે સૌથી મોટુ સંકટ બનીને ઉભરી છે. તો બાલ ઠાકરેની બાયોપિકની રિલીઝે મહારાષ્ટ્ર-મુંબઈમાં કંગનાની મણિકર્ણિકાની કમાણીમાં વિÎન પાડ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY