જેક રીચરના પાત્ર માટે ટોમ ક્રૂઝ વામણો ગણાયઃ ચાઇલ્ડ લી

0
6

મુંબઈ-લોસ એન્જલ્સ,તા.૩૦
જેક રીચર જેવી હિટ નવલકથા સિરિઝ આપનારા લેખક ચાઇલ્ડ લીએ કહ્યું હતું કે જેક રીચરના પાત્ર માટે હોલિવૂડનો સુપર સ્ટાર ટોમ ક્રૂઝ તો વામણો ગણાય. એ આ પાત્ર માટે ફિટ નથી.
રસપ્રદ વાત એ છે કે જેક રીચર પરથી બનેલી બે ફિલ્મોમાં ટોમ ક્રૂઝે મુખ્ય પાત્ર કર્યું હતું. ૨૦૧૨માં જેક રીચર નામે ફિલ્મ આવી હતી અને ત્યારબાદ ૨૦૧૬માં એની સિક્વલ આવેલી જેક રીચરઃ નેવર ગો બેક. બંનેમાં ટોમ ક્રૂઝ ચમકિયો હતો અને બંને ફિલ્મો સુપરહિટ નીવડી હતી.
લેખક ચાઇલ્ડ લીએ કહ્યું, ‘ટોમ ક્રૂઝ બેશક અદ્ભુત અભિનેતા અને ઉમદા માનવી છે. મને એની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવ્યો હતો. પરંતુ એક લેખક તરીકે મારા માટે મારા વાચકો મહત્તવના છે. જેક રીચરનું પાત્ર ટોમ ક્રૂઝ કરતાં મૂઠ્ઠી ઊંચેરું છે એમ મને લાગે છે. ટોમ ક્રૂઝ આ પાત્ર માટે વામણો ગણાય’ એમ લીએ રેડિયો માન્ચેસ્ટરને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
એણે ઉમેર્યું કે વાચકોના પ્રેસરના પગલે મેં નક્કી કર્યું હતું કે હવે ટોમ ક્રૂઝ સાથે જેક રીચરની કોઇ ફિલ્મ કરવી નથી. એને બદલે કાં તો અમે ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સિરિઝ કરીશું અથવા ટીવી પર સિરિયલ બનાવીશું. નવલકથામાં જેક રીચરનું પાત્ર છ ફૂટ બે ઇંચની હાઇટ ધરાવતું રજૂ થયું છે જ્યારે ટોમ ક્રૂઝની હાઇટ પાંચ ફૂટ સાત ઇંચ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY