લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વાટ જાતી એક ફેનને મળી શ્રદ્ધા

0
22

મુંબઈ,તા.૩૦
મુંબઇની પ્રસિદ્ધ કેઇએમ હોસ્પિટલમાં છેલ્લા થોડા મહિનાથી ટીબીની સારવાર હેઠળ રહેલી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વાટ જાતી પોતાની એક ફેનને મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર સામે ચાલીને મળી હતી.
સુમૈયા શેખ નામની આ બાળાની તબિયત દિવસે દિવસે બગડતી ચાલી હતી. એકવાર વાતવાતમાં એણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે જા હું ન બચવાની હોઉં તો એકવાર શ્રદ્ધા કપૂરને મળવાની મારી ઉત્કટ ઇચ્છા છે. હોસ્પિટલના સ્ટાફે એક દૈનિકમાં અને સોશ્યલ મિડિયા પર આ વાત પ્રગટ કરી હતી. શ્રદ્ધાના ધ્યાનમાં આ વાત આવતા એણે તરત સામે ચાલીને સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે મારે સુમૈયાને મળવું છે.
મંગળવારે શ્રદ્ધાએ સુમૈયાની મુલાકાત લીધી હતી. એના કુશળક્ષેમ પૂછ્યા હતા. એને આશ્વાસન આપ્યું હતું અને એનો આત્મ વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ કર્યો હતો એવું સુમૈયાની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું. શ્રદ્ધા હાલ સાહો ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ કરી રહી છે. એણે સમય કાઢીને આ બાળકીની મુલાકાત લીધી હતી એમ હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY