રાહત ફતેહ અલી ખાને લાખો ડોલરની સ્મગલિંગ કરતા ઈડીએ નોટિસ ફટકારી

0
4

મુંબઈ,તા.૩૦
જાણીતા પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન મુશ્કેલીમાં ફસાયા છે. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નોટિસ આપી છે. તેમને આ નોટિસ એફઈએમએનાં ઉલ્લંઘન મામલે મળી છે. મીડિયા રીપોટ્‌ર્સ પ્રમાણે સિંગર પર ભારતમાં વિદેશી મુદ્રાની સ્મગલિંગનો આરોપ છે. ઈડીએ સિંગરને આ મામલે જવાબ માંગ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાહત ફતેહ અલી ખાને ગેરકાનૂની રીતે ૩,૪૦,૦૦૦ યૂએસ ડાલરની કમાણી કરી છે.
આ રકમમાંથી તેમણે ૨,૨૫,૦૦૦ ડાલરની સ્મગલિંગ કરી છે. કહેવામાં આવે છે કે જા તપાસ એજન્સી સિંગરનાં જવાબથી સંતુષ્ટ ના થઇ તો તેમને સ્મગલિંગ કરવામાં આવેલી રકમ પર ૩૦૦% દંડ આપવો પડશે. જા તે દંડ નથી આપતા તો તેમને લૂકઆઉટ નોટિસ આપવામાં આવે છે. સાથે ભારતમાં તેમના શા પર રોક પણ લગાવવામાં આવી છે.
આ પહેલા ૨૦૧૧માં સિંગરને દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપાર્ટ પર સવા લાખ ડાલરની સાથે પકડવામાં આવ્યો હતો. તે સમયે રાહત ફતેહ અલી ખાન આ પૈસા સાથે જાડાયેલા કોઇપણ ડાક્્યુમેન્ટ દર્શાવી શકિયા નહોતા. તેમની સાથે હાજર તેમના મેનેજર અને આયોજકને પણ પોલીસે કસ્ટડીમાં લીધો હતો. જણાવી દઇએ કે રાહત ફતેહ અલી ખાન બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગીત ગાઇ ચુક્વ્યો છે. તેમના ગીતોને ઘણા જ પસંદ કરવામાં આવ્યા છે.
ભારતમાં પાકિસ્તાની સિંગર્સ પર રોક લગાવવામાં આવી હોવા છતા રાહત ફતેહ અલી ખાનને બોલીવુડમાં ગીત ગાવાની તકો આપવામાં આવી રહી છે. તેમણે સલમાન ખાનની અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY