મુંબઈ,તા.૩૦
બજેટ પહેલા બજારમાં ટેન્શનનું વાતાવરણ છે. બજારમાં આજે ભારે ઉથલ-પાથલ ભર્યો કારોબાર જાવા મળ્યો હતો. કાલે જાન્યુઆરી વાયદા સીરીઝની એક્સપાયરી પણ છે અને આ કારણે માર્કેટમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. સેન્સેક્સ-નિફ્ટી આજે બીલકુલ સપાટ થઈને બંધ થયા છે. જાકે બેન્કના શેરોમાં આજે ખરીદારીનો દિવસ રહ્યો જ્યા બેન્ક નિફ્ટી ૨૫૦ પોઈન્ટ મજબુત થયો છે.
આજના કારોબારમાં સૌથી વધુ તેજીવાળા શેરોમાં આઈસીઆઈસી બેન્ક, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને હિડાલ્કો રહ્યા. તો ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ, બજાજ ઓટો, અદાણી પોર્ટ અને ભારતી ઈન્ફ્રા આજે સૌથી વધુ કડાકો બોલતા શેર રહ્યા છે.
મિડ કેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારીના કારણે બીએસઈના મિડ કેપ અને સ્મોલકેપમાં વધારા સાથે બંધ થયો છે.
બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૨ ટકાની તેજી સાથે વધારે ૧૪૪૯૯.૪૮ સ્તર પર બંધ થયો છે.તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકાની તેજી સાથે ૧૩૮૧૫.૩૯ સ્તર પર બંધ થયો છે. આજના કારોબારમાં ઓયલ એન્ડ ગેસ શેરોમાં કમજારી જાવા મળી હતી. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ૦.૮૫ ટકાની કમજારી સાથે ૧૩૩૮૧.૨૩ સ્તર પર બંધ થયો છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧.૨૫ ટકાનો કડાકા સાથે ૩૫૫૯૧.૨૫ સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૦૬૫૧ના સ્તર પર સપાટ થઈને બંધ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




