મુંબઈ,તા.૩૧
અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કહ્યું હતું કે હું એક સાતે સાત આઠ બાળકોને દત્તક લેવાનું વિચારી રહી છું. મારી આ ઇચ્છા આવતા બે વર્ષમાં સાકાર કરવાની મારી યોજના છે.
‘આમ તો આ વિચાર મારા મનમાં લાંબા સમયથી આકાર લઇ રહ્યો હતો પરંતુ મેં એની જાહેરાત કરી નહોતી. હવે હું આ વિચારને જાહેર કરી રહી છું. એક સાથે સાતથી આઠ બાળકોની જિંદગી બની જાય એવી મારી ઇચ્છા છે. એ માટે એમને દત્તક લેવાની જરૂરી કાનૂની કામગીરી હું ટૂંક સમયમાં શરૂ કરીશ. મને બાળકો ખૂબ વહાલાં છે અને મારી દ્રષ્ટિએ મારું આ પગલું સૌથી વધુ વિસ્મયજનક અને આનંદદાયી બની રહેશે’ એમ અદિતિએ કહ્યું હતું.
આથી વધુ હાલ હું કશું કહેવા માગતી નથી કારણ કે મિડિયા કોઇ વાતને પકડી લે પછી એનો તંત છોડતું નથી. આવતી કાલે કદાચ મારી આ યોજના સાકાર ન થાય તો તમે મારો પીછો નહીં છોડો અને આ વાત પકડી રાખશો કે તમે આઠ બાળકો દત્તક લેવાનાં હતાં એનું શું થયું ? એમ કહીને એ હસી પડી.
અત્યાર અગાઉ ૩૨ વર્ષની આ અભિનેત્રી કેટલાંક બાળકોના શિક્ષણ માટે દાન કરી ચૂકી છે અને હજુ પણ કેટલીક એનજીઓને મદદ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





