મુંબઈ,તા.૩૧
ટીવી એકટર રાહુલ દીક્ષિતે મુંબઇમાં આત્મહત્યા કરી લીધી છે. બુધવારના રોજ આત્મહત્યાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. ૨૮ વર્ષના રાહુલે પોતાના ઓશિવારા સ્થિત ઘરમાં જ ફાંસીએ લટકી ગયો હતો.
એકટરે કયા કારણોસર પોતાનો જીવ ગુમાવી દીધો તે હજુ સામે આવ્યું નથી. પરંતુ રાહુલના પિતા મહેશ દીક્ષિત દીકરાના અચાનક નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ થઇ ગયા છે. તેના ફેસબુક પર દીકરાના નિધનને લઇ દુઃખ વ્યકત કર્યું છે. સાથો સાથ એક પોસ્ટમાં લખ્યું- દુનિયાને કેમ છોડીને જતો રહ્યો રાહુલ. એકટરના પિતા ફેસબુક પર દીકરાના નિધન સાથે જાડાયેલી કેટલીક પોસ્ટ શેર કરી રહ્યા છે. તેમણે રૂપાલી કશ્યપ નામની મહિલાને દીકરાના સુસાઇડ માટે જવાબદાર ગણાવ્યા છે.
તેમણે લખ્યું – બેટા તારી સાથે શું થયું, તું આત્મહત્યા કરી શકે નહીં. તુમ અમને જીવતા મારી ગયો. રૂપાલી કશ્યપે તને મારી નાંખ્યો. અમને ન્યાય મળે. રાહુલના પિત એ આત્મહત્યા માનવાની ના પાડી દીધી છે. સાથો સાથ કહ્યું કે આ મર્ડર છે.
આપને જણાવી દઇએ કે રાહુલ જયપુરનો રહેવાસી છે. તેણે મુંબઇની ઇન્સ્ટિટમાંથી અભ્યાસ કર્યો હતો. તે મુંબઇમાં એકટર બનવાના સપના લઇ આવ્યો હતો. તેણે ટેલિવિઝન શો માં નાનકડી ભૂમિકાઓ કરી. પરંતુ તેણે એક મોટો બ્રેક મળવાનો બાકી હતો. હજુ સુધી તે સ્ટ્રગલિગ એકટર જ હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



