જોધપુર,તા.૩૧
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબુ અને દુષ્યંત સિંહની ૨૦ વર્ષ જુના કાળિયાર શિકાર મામલામાં ફરીથી મુશ્કેલી વધી શકે છે. સીજેએસ ગ્રામીણ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવાના આદેશ વિરૂદ્ધ ગુરુવારે હાઇ કોર્ટની મુખ્ય પીઠ જાધપુરમાં આ મામલે સુનાવણી થઈ છે.
રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતી વખતે હાઇ કોર્ટે સરકારને સેક્શન ૫નો પ્રાર્થના પત્ર રજૂ કરવા માટે ૨૮ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. નોંધનીય છે કે કાળિયાર શિકાર મામલામાં સીજેએસ ગ્રામીણ કોર્ટે ૨૦૧૮માં આ તમામને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને આ મામલામાં અભિનેતા સલમાન ખાનને જ પાંચ વર્ષની જ સજા થઈ હતી.
કોર્ટના આ નિર્ણય પછી પ્રોસિક્્યુટર્સે આ ચુકાદા વિરૂદ્ધ હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે સરકારને પ્રાર્થનાપત્ર સોંપ્યો હતો અને એને મંજૂરી મળ્યા પછી હાઇ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સરકાર તરફથી સ્વીકૃતિ મળ્યા પછી પ્રોસિક્્યુટર્સ તરફથી હાઇ કોર્ટમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ તેમજ તબુ વિરૂદ્ધ અપીલ કરવામાં આવી હતી. સરકાર તરફથી ગુરુવારે વિક્રમ સિંહ રાજપુરોહિતે કોર્ટ સામે પક્ષ મુક્્યો હતો. અપીલ પર સુનાવણી કરતી વખતે હાઇ કોર્ટે સરકારને સેક્શન ૫નો પ્રાર્થના પત્ર રજૂ કરવા માટે ૨૮ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



