મુંબઈ,તા.૩૧
બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ટૂંક સમયમાં જ ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં જાવા મળશે અને અવારનવાર તેઓ તેમના કોમેડી પંચ માટે જાણીતા છે. જાવેદ જાફરી ફિલ્મી પડદા પર જેટલું હસાવે છે, સોશિયલ મીડિયા પર તેઓ એટલા જ સંવેદનશીલ છે. ૩૦ જાન્યુઆરીએ જયારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દેશભરમાં આયોજન થઇ રહ્યા હતા, ત્યારે તે સમયે ઉત્તર પ્રદેશના અલીગઢમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કેટલાક કાર્યકર્તાઓએ એવી હરકત કરી હતી કે જેને જાઈને રાષ્ટÙ સ્તબ્ધ થઇ ગયું હતું. આ કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીના પુતળા પર ત્રણ ગોળીઓ ચલાવી, પુતળાને ફૂંક મારી અને મીઠાઈ પણ વહેંચી હતી. એટલું જ નહીં આ દરમિયાન ‘ગોડસે જિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. આ ઘટના પર બોલીવુડ અભિનેતા જાવેદ જાફરીએ ટ્વીટ કર્યું છે.
જાવેદ જાફરીએ અલીગઢની આ ઘટના પર ટ્વીટ કર્યું કે ઉત્તરપ્રદેશના અલીગઢમાં તેમણે મહાત્મા ગાંધીના પુતળા પર ગોળીઓ ચલાવી અને ત્યારબાદ ‘મહાત્મા નાથૂરામ ગોડસે અમર રહે’ના નારા લગાવ્યા, પછી મિઠાઇ પણ વહેંચી હતી. ‘નયા ભારત!.’ આ રીતે જાવેદ જાફરીએ ખૂબ જ સંવેદનશીલતા સાથે આ ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. આમ પણ મહાત્મા ગાંધીના પુતળા પર ગોળી ચલાવવાની આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને તેના વિશે ખૂબ જ ટિકાઓ પણ થઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




