પેરાપ્લેજિકનો રોલ ખરેખર ચેલેંજિંગ છે : નીલ નીતિન મૂકેશ

0
6

મુંબઈ,તા.૧
હોનહાર અભિનેતા નીલ નીતિન મૂકેશે પોતાની આગામી ફિલ્મ બાયપાસ રોડના પોતાના રોલ વિશે બોલતાં કહ્યું કે મારો રોલ પેરાપ્લેજિકનો છે અને ખરા અર્થમાં ચેલેંજિંગ છે.
પેરાપ્લેજિક એટલે ગરદનની નીચેના શરીરમાં થયેલો લકવો (પેરેલિસિસ). આ ફિલ્મ એક થ્રીલર ફિલ્મ છે અને એમાં હું મુખ્ય રોલ કરતો હોવા છતાં મારો રોલ પેરાપ્લેજિક વ્યકિતનો છે. આ રોલ મારા માટે જ નહીં, કોઇ પણ અદાકાર માટે ચેલેંજિંગ ગણાય. પેરાપ્લેજિક વ્યકિતનો રોલ કરવાનું કામ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે.
‘અત્યાર અગાઉ હું બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહ્યો હતો એટલે ફિઝિકલ ફિટનેસ જાળવી રાખી હતી. પરંતુ હવે મારે પેરાપ્લેજિક રોલ માટે વજન વધારવું પડશે. સતત વ્હીલચેરમાં રહેતી વ્યકિત સિક્સ પેક હોઇ શકે નહીં એટલે અમારે પાત્રની વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડશે’ એમ નીલે કહ્યું હતું.
આ ફિલ્મથી નીલનો નાનો ભાઇ નમન ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરી રહ્યો છે. નીલ અને નમન બંને વીતેલા દાયકાઓના લેજંડરી ગાયક મૂકેશના પૌત્રો છે. નીલ અગાઉ થોડી ફિલ્મોમાં અભિનય કરી ચુકવ્યો છે જ્યારે નમન આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીનો આરંભ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY