ભારતના વિકાસની ગાડી પાટા પર દોડી રહી છે
ન્યુ દિલ્હી,તા.૧
અમારી સરકારે કમરતોડ મોંઘવારીની કમર તોડી નાખી છે. અમે મોંઘવારી દરને ૪.૬ ટકાની સપાટીએ લઈ આવ્યા છે. જે કોઈ પણ સરકારની સરખામણીએ ઓછો છે. ડિસેમ્બર ૨૦૧૮માં માત્ર ૨.૧૯ ટકા મોંઘવારી દર રહ્યો હતો. જો અમે મોંઘવારી કાબુમાં ન કરતાં તો આપણાં પરિવારને ૩૫થી ૪૦ ટકા ખર્ચ વધારે કરવો પડતો. સાત વર્ષ પહેલાંની સરખામણીએ નાણાકીય ખાધ પણ ઘટી રહી છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ જીડીપીનો ૨.૫ ટકા જ રહ્યો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં જીડીપી કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીએ વધારો રહ્યો છે. આજે અમે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અમે ડહલ ડિજીટ ફુગાવો કાબુમાં કર્યો છે. ફુગાવો એક પ્રકારનો છુપાયેલો ટેક્સ છે. જે એક સમયે ૧૦.૧ ટકા હતો.
અમે પારદર્શકતા નવા વળાંક ઉપર ચાલી રહ્યાં છીએ. અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચલાવી રહ્યા છીએ. રેરા કાયદો અને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા આવી છે. ભાગેડુ આર્થિક આરોપીઓ હવે બચી નહીં શકે.
પહેલાં માત્ર નાના વેપારીઓ પર ધિરાણ ચૂકવવાનું દબાણ હતું. હવે મોટા વેપારીઓને પણ ધિરાણ ચૂકવવાની ચિંતા છે. ત્રણ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ રિકવર થઈ ચૂક્યું છે. સરકારી બેન્કોની ભલાઈ છે કે, ૨.૬ લાખ કરોડ રૂપિયાને રિ-કેપિટલાઈઝેશન કરવામાં આવ્યું છે.
અમે ૨૦૨૦ સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અમે દરેક માટે શૌચાલય, પાણી, વીજળી, ઘર હોવાની ભારતની સંકલ્પના કરી રહ્યાં છીએ. ખેડૂતોની આવક બમણી થશે અને દેશ આતંકવાદથી મુક્ત થશે. છેલ્લા પાંચ વર્ષથી ભારત ગ્લોબલ ઈકોનોમીથી છવાયેલું છે. આપણી અર્થવ્યવસ્થા આજે દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




