‘સૂર્યવંશી’ તમિળ હિટની રિમેક હોવાનો ગણગણાટ

0
20

મુંબઈ,તા.૧
ખમતીધર ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ અક્ષય કુમારને હીરો તરીકે લઇને બનાવવા ધારેલી આગામી ફિલ્મ સૂર્યવંશી તમિળ હિટ ફિલ્મની હિન્દી રિમેક હોવાના આક્ષેપો શરૂ થઇ ગયા હતા. અત્યાર અગાઉ રોહિત અજય દેવગણ અને રણવીર સિંઘને લઇને પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્ર પર આધારિત ફિલ્મો બનાવી ચુકવ્યા છે. એમ તો સુપર સ્ટાર સલમાન ખાને પણ અગાઉ દબંગ અને એની પહેલાં
વોન્ટેડ જેવી ફિલ્મોમાં ઇમાનદાર પોલીસ અધિકારીનો રોલ સફળતાથી કર્યો હતો. રોહિતે જાહેર કરેલી સૂર્યવંશી ૨૦૧૭માં રજૂ થયેલી હિટ તમિળ ફિલ્મ થીરમ અધિગારમ હોન્ડ›ની હિન્દી રિમેક છે એવો ગણગણાટ બોલિવૂડની કાકટેલ સર્કિટમાં શરૂ થઇ ગયો હતો. મૂળ તમિળ ફિલ્મમાં સાઉથનો સ્ટાર કાર્તિ અને રકુલ પ્રીત સિંઘ ચમકિયા હતાં.
રોહિતની નિકટનાં સૂત્રોએ કહ્યું કે રોહિત હાલ મૂળ તમિળ ફિલ્મના રાઇટ્‌સ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. એકવાર રાઇટ્‌સ મળી જાય એટલે એ હિન્દી ફિલ્મની તૈયારી શરૂ કરશે.
સામાન્ય રીતે રોહિત કોઇ હિટ ફિલ્મના રાઇટ્‌સ ખરીદે તો ત્યારબાદ સ્ટોરીના મુખ્ય મુદ્દાને કેન્દ્રમાં રાખીને પોતાની રીતે નવી સ્ક્રીપ્ટ લખે છે અને એના પરથી ફિલ્મ બનાવે છે. અગાઉ રોહિતે બનાવેલી અને સુપરહિટ નીવડેલી સિંંઘમ અને સિમ્બા એ રીતેજ બનાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY