મુંબઈ,તા.૧
હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને ચંબલના ડાકુ તરીકે રજૂ કરતી ફિલ્મ સોનચિડિયાંની રજૂઆત હાલ મોકૂફ રાખવામાં આવી હોવાની ઔપચારિક જાહેરાત થઇ હતી.
અગાઉની જાહેરાત મુજબ આ ફિલ્મ ફેબુ્રઆરીની આઠમીએ એટલે કે આવતા શુક્રવારે રજૂ થવાની હતી પરંતુ હવે થયેલી જાહેરાત મુજબ આ ફિલ્મ માર્ચની પહેલીએ રજૂ કરાશે.
આમ થવાનું કારણ જણાવતાં એક સૂત્રે કહ્યું કે આજની પેઢીના દર્શકોને સાંપ્રત લાગે એવો ફેરફાર કરવા ફિલ્મ સર્જકો કેટલાક હિસ્સાનું ડબિંગહ ફરી કરી રહ્યા હતા. ફિલ્મમાં વપરાયેલી ચંબલ વિસ્તારની સ્થાનિક બોલી બહુ ઓછા દર્શકો સમજી શકે એવી છે એટલે એને સરળ કરીને નવેસર ડબિંગ કરાઇ રહ્યું હતું.
આ ફિલ્મ જાઇ ચૂકેલા બોલિવૂડના કેટલાક અનુભવીઓએ ડાયરેક્ટર અભિષેક ચૌબેને એવી સલાહ આપી હતી કે તમે જે પ્રાદેશિક બોલીનો ઉપયોગ કર્યો છે એ બધા દર્શકોને સમજાય એવી નથી એટલે બહેતર છે કે તમે બોલીમાં ફેરફાર કરો. મોટેરાઓની આ સલાહ અનુસરીને હવે ફિલ્મના કેટલાક સંવાદો ફરી સરળ ભાષામાં ડબ કરાઇ રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





