મુંબઈ,તા.૧
બ્રોર્ડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ તેની સાપ્તાહિક રેટિંગ જાહેર કરી છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ કેટલાક ફેરફાર જાવા મળ્યા છે. રિપોર્ટ મુજબ કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ ટીઆરપીના મામલે આ વખતે ફરી પટકાયો છે. જ્યારે ‘યે રિશ્તા ક્્યા કહેલાતા હૈ’ લાંબા સમય પછી ત્રીજા નંબરે આવ્યો છે.
રિપોર્ટ મુજબ ટીઆરપીના મામલે આ વખતે પણ સ્ટંટ બેસ્ડ રિયલિટી શો ‘ખતરો કે ખિલાડી ૯’એ ટોપની પોઝીશન જાળવી રાખી છે. આ સાથે આ ત્રીજા સપ્તાહ છે જ્યારે આ શો ટીઆરપીના મામલે ટોચ પર રહ્યો છે. જ્યારે સુરભી જ્યોતિ અને પર્લવી પુરીનો ‘નાગિન ૩’ બીજા નંબરે રહ્યો છે. ઉપરાંત શિવાંગી જાશી અને મોહસિન ખાનનો શો ‘યે રિશ્તા કિયા કહેલાતા હૈ’ ટોપ ૫માં સ્થાન મેળવ્યું છે. જ્યારે શિલ્પા શેટ્ટી કુંદ્રાનો ‘સુપર ડાન્સ ૩’ ચોથા નંબરે રહ્યો છે.
તેમને બતાવી દઈએ કે આ પહેલા કપિલ શર્માનો શો ત્રીજા નંબરે હતો પરંતુ આ સપ્તાહે આ ગગડીને પાંચમાં નંબરે આવ્યો છે. જ્યારે છઠ્ઠા નંબરે કુંડલી ભાગ્ય અને સાતમાં નંબરે માઇથોલોજિકલ શો રાધા કૃષ્ણ છે.
ઉપરાંત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની વાત કરીએ તો ૭માં નંબરેથી ખસીને ૮માં નંબરે આવ્યો છે. જ્યારે શો ‘તુઝસે હૈ રાબ્તા’ ૯માં અને છેલ્લે ૧૦માં નંબરે ‘કુમકુમ ભાગ્ય’ છે. નોંધનીય છે કે કપિલ શર્માએ ત્રીજી વખત નાના પરદા પર વાપસી કરી છે. શરૂઆતમાં આ શો ટીઆરપીમાં નંબર બે પર રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ શોની ટીઆરપીમાં સતત ઘટાડો જાવા મળી રહ્યો છે. જાકે આ શો પહેલા પણ બે વાર બંધ થયો છે. આ સાથે કપિલની આબરૂ એકવાર ફરી દાવ પર લાગી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




