મુંબઇ,તા.૨
વિકી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બોક્સ આૅફિસ પર નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે બોક્સ આૅફિસ પર ૩ અઠવાડિયા પૂરા કર્યા છે. ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ એ ત્રીજા અઠવાડિયે આ ફિલ્મે ગત વર્ષે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ રણવીર-દીપિકાની ‘પદ્માવત’, રણબીર કપૂરની ‘સંજૂ’ અને રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ ના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ ત્રીજા અઠવાડિયામાં ૩૫ કરોડથી વધુ કમાણી કરી છે. જે ત્રણેય ફિલ્મો કરતા વધારે છે. ‘સંજૂ’ એ ત્રીજા અઠવાડિયામાં ૩૧.૬૨ કરોડ, ‘પદ્માવત’એ ૩૧.૭૫ કરોડ, તથા ‘સિમ્બા’એ ૨૦.૦૬ કરોડની કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર ફિલ્મને અસરકારક ગણાવીને વખાણ કર્યા છે. ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં વિકી કૌશલ અને યામી ગૌતમ સિવાય પરેશ રાવલ, મોહિત રૈના પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં પરેશ રાવલ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલના કેરેક્ટરમાં જાવા મળી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



