મુકેશ અંબાણીની દીકરી ઈશાએ લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો

0
7

મુંબઇ,તા.૨
દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ૧૨ ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે મુંબઈમાં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ અને પોલિટિક્સ જગતની તમામ મોટી હસ્તીઓ આવી હતી. ઈશા અંબાણીના રોયલ વેડિંગ અંબાણી પરિવારના ઘર એન્ટીલિયામાં થયા હતા. જાકે હવે વોગ મેગેઝીન સાથેના ઇન્ટરવ્યૂમાં ઈશાએ પોતાના લગ્ન વિષે વાત કરી છે.
ગ્રાન્ડ વેડિંગ વિશે વાત કરતા ઈશાએ કહ્યું કે, ‘મારાં મમ્મી નીતા અંબાણી આ લગ્નનાં સીઈઓ હતાં અને હું ચેરપર્સન. એણે અને મારા પિતાએ બધી જ મહેનત કરી હતી અને થેન્કફૂલી અંતે બધું જ એમ જ થયું જેમ અમે વિચાર્યું હતું. જેથી મને હાશ થઇ.’
ઈશાએ કહ્યું કે, મારી આસપાસ તમામ લોકો હંમેશા રડતા જ હતા. ‘હું પણ લાગણીશીલ વ્યક્તિ છું પણ બધા મારી આસપાસ દરેક સમયે રડતા જ હતા. હું ફક્ત મારી વિદાય વખતે જ રડી હતી કારણકે મારી આસપાસ બધા રડતા હતા અને ખાસ કરીને મારા પેરેન્ટ્‌સ,જેથી મને પીઅર પ્રેસર ફીલ થયું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY