મુંબઇ,તા.૨
બાલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખખાન પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને આ વાત દુનિયાની સામે જ છે. વ્યસ્ત શિડ્યૂલમાં પણ ચોક્કસપણે પરિવાર માટે થોડો સમય કાઢી લે છે. શાહરૂખ અને ગૌરી ખાન તેમના બાળકોના ઉછેર બાબતે ખૂબ ધ્યાન આપે છે.
શાહરૂખ ઇચ્છે છે કે તેની પુત્રી સુહાના એક્ટિંગમાં તેનું કરિયર બનાવે અને પુત્ર આર્યન દિગ્દર્શક બને. અબરામ બાબતે શાહરુખનું કહેવું છે કે તે ટેનિસ ખેલાડી બને તેવી તેમની ઇચ્છા છે. થોડા સમય પહેલા ‘ફિલ્મ ફેર’ માટેના ઇન્ટરવ્યૂમાં શાહરૂખખાને એક મોટો ખુલાસો કર્યો હતો. તેણે દિકરી સુહાનાના કેરિયર અંગે પણ ખુલીને વાતચીત કરી હતી.
શાહરૂખ ખાને કહ્યું, “હા, સુહાના કામ કરવા માંગે છે, પરંતુ તે પહેલાં તેને ૩-૪ વર્ષની તાલીમની જરૂર છે. હાલમાં તે લંડનમાં થિયેટર કરી રહી છે. તે એક્ટિંગ શીખવા માટે અહીં આવી હતી. તેથી જ તેને ફિલ્મ સેટ પર સમય પસાર કરવો પડ્યો. સુહાનાએ લંડનમાં ગુરિંદર ચઢ્ઢા સાથે કેટલુંક કામ કર્યું છે.”
શાહરુખે જાહેર કર્યું કે સુહાના ખાન ફિલ્મ ‘ઝીરો’ માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. તેઓએ કહ્યું, ‘અમે ઝીરો માટે એક ગીત શૂટ કરી રહ્યા હતા. હું કેટરિના કૈફ અને અનુષ્કા શર્માને તેને મળાવવા માંગતો હતો કારણ કે તે બંને અલગ પ્રકારનાં કલાકારો છે. કેટરિનાનું પોતાનું આકર્ષણ છે અને અનુષ્કાનો પોતાનો અંદાજ અલગ છે. પરંતુ તેના બદલે તેમણે મને સમયસર ઘરેથી લાવવા માટે સહાયક દિગ્દર્શક તરીકે રાખી હતી. તે કહેતી, ‘પાપા, શાટ તૈયાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




