શહેરોનાં નામ બદલવામાં વ્યસ્ત યોગી યુપી ભૂલી ગયાઃ શિવસેના

0
4

યોગી રાજ્યના મૂળભૂત મુદ્દાઓનો ઉકેલ લાવી રહ્યા નથી
મુંબઈ,તા.૭
શિવસેનાએ બુલંદશહરમાં થયેલી હિંસાને લઈને ગુરુવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન તાકતાં કહ્યું છે કે, એ શહેરોનાં નામ બદલવામાં વ્યસ્ત છે પરંતુ પોતાના રાજ્યના મૂળભૂત મુદ્દાઓનો ઉકેલ લાવી રહ્યા નથી. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે સૈનિકો અને પોલીસ જવાનોનો કોઈ ધર્મ હોતો નથી. આ જ રીતે જે લોકો સત્તામાં છે, એમણે ફક્ત પોતાની જવાબદારી નિભાવવા પર ધ્યાન આપવું જાઈએ. .
અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો ઉઠાવતા ફરી ઉદ્ધવ ઠાકરેએ ફરી ભાજપને સવાલ કર્યો છે કે, મંદિર ક્યારે બનશે? ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં હિંસા દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટર અને એક ૨૦ વર્ષીય યુવકની હત્યા થઈ હતી. આ હિંસા અંગે શિવસેનાએ કહ્યું કે, યોગીના રાજમાં હુલ્લડો થઈ રહ્યા છે. ગૌમાંસને લઈને થયેલી હિંસામાં એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો છે. સૈનિકો અને પોલીસનો કોઈ ધર્મ હોતો નથી. આ રીતે જે લોકો સત્તામાં છે, એમણે ફક્ત પોતાની જવાબદારી નિભાવવી જાઈએ. શિવસેનાએ યોગી આદિત્યનાથના એ નિવેદનની ટીકા કરી છે કે જેમાં એમણે તેલંગાણામાં ભાજપની સરકાર બન્યા બાદ હૈદ્રાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY