મુંબઈ,તા.૧૪
આગામી લોકસભા ચૂંટણીને લઇને કોઇ પાર્ટી ચૂંટણી પ્રચારમાં ઉણપ રહી જાય તેવું નથી ઇચ્છતી. પાર્ટીઓ પ્રચારની પણ અલગ-અલગ રીતો અપનાવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જનસભાઓ અને રેલી તો કરે છે, પરંતુ આ સાથે તેમણે મ્યૂઝીકનો પણ સહારો લેવાનું નક્કી કર્યું છે. ભાજપાએ એક રેપ સોંગ તૈયાર કરાવ્યું છે, જેમાં ભાજપ સરકારની ઉપલબ્ધીઓને વર્ણવામાં આવી છે.
આ સોંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે તૈયાર કરાવવામાં આવ્યું છે. ભાજપાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ સોંગ શેર કર્યું હતું, જેમાં સિંગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ તસવીરો સાથે ‘બંદા અપના સહી હૈ’ રેપ સોંગ ગાય રહ્યો છે.
આ રેપ સોંગની ધૂન હાલમાં જ રીલિઝ થયેલી આલિયા ભટ્ટ, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ગલી બોયના સોંગ અપના ટાઇમ આયેગા જેવી લાગી રહી છે. આ રેપ સોંગમાં પીએમ મોદીના કામના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. ૨ મિનિટ ૩૮ સેકન્ડના આ વીડિયોમાં ભાજપ સરકારે જે કર્યું તે વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં નોટબંધી, ગામમાં વીજળી, ડિજિટલ ઇન્ડિયા, સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




