બૅંકોને માલ્યાની પ્રોપર્ટીનો તાબો આપવામાં કોઈ વાંધો નથીઃ ઈડી

0
6

મુંબઇ,તા.૬
બૅંકોનું અબજા રૂપિયાનું કરજ ચૂકવ્યા વિના બ્રિટન ભાગી જનારા ઉદ્યોગપતિ વિજય માલ્યાની પ્રોપર્ટીનો તાબો બૅંકોને આપવામાં કોઈ વાંધો નથી, પરંતુ ભવિષ્યના સમયગાળામાં જા તેમના દ્વારા દાવો કરવામાં આવે તો પરત કરવાની બૅંકોએ વ્યવસ્થા કરવાની રહેશે, એવું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અહીંની સ્પેશિયલ કોર્ટને જણાવ્યું હતું.
લગભગ નવ હજાર કરોડ રૂપિયાનું કરજ ચૂકવવામાં નિષ્ફળ જનાર માલ્યાની પ્રોપર્ટી પરત માગતી સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની આગેવાની હેઠળની બૅંકોના ક્ધસોર્શિયમનો કેન્દ્રીય એજન્સીએ સોંગદનામામાં જવાબ આપ્યો હતો. ક્ધસોર્શિયમ અનુસાર બૅંકો દ્વારા લગભગ ૬,૨૦૦ કરોડ રૂપિયાની રકમનો દાવો કર્યો હતો. કોર્ટના ન્યાયાધીશ એમ. એસ.
આઝમીની વિશેષ ખંડપીઠ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં ઈડીએ કહ્યું હતું કે અરજદાર વતીથી કરવામાં આવેલી અરજી પર હવે જે ચુકાદો અને તે કોર્ટ પર છોડી દેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY