ફિલ્મી સ્ટોરીઃ ભારતની મુલાકાતે આવેલા સીઇઓ કોટનનું બિમારીથી ડિસેમ્બરમાં મોત થયું હતુ
૯૭૪ કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રિજ થઇ,કરન્સીને અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો,તેની પત્નિને પણ પાસવર્ડ ખબર નથી,આ એકાઉન્ટમાં અંદાજે ૧૩૦૦ કરોડની કરન્સી લોક્ડ છે,કોટનનું મોત થતાં તેમના કસ્ટમર પોતાના એકાઉન્ટને એક્સેસ નથી કરી શકતા
ટોરેન્ટો,તા.૬
કેનેડાની ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ કોટેનનું મોત થવાના કારણે રોકાણકારોના રૂ. ૯૭૪ કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રિજ થઈ ગઈ છે. આ કરન્સીને અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો. કોટેનનું ડિસેમ્બરમાં મોત થયું હતું.
૩૦ વર્ષના ક્રિપ્ટોકરન્સીના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ કોટનનું ડિસેમ્બર ૨૦૧૮માં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ મોત થયું છે. ગેરાલ્ડનું મોત આંતરડાની બીમારીના કારણે થયું હોવાનું માનવામાં આવે છે. કંપનીના સોશિયલ મીડિયા પેજ પરથી જણાવવામાં આવ્યું છે કે, ગેરાલ્ડનું મોત તે સમયે થયું છે જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ત્યારે તેઓ ભારતમાં અનાથ બાળકોનું અનાથલય શરૂ કરવા માટે આવ્યા હતા.
ગેરાલ્ડના મોતની વાત ત્યારે સામે આવી જ્યારે તેની પત્ની જેનિફર રોબર્ટસન અને તેમની કંપનીએ કેનેડાની કોર્ટમાં ક્રિડેટ પ્રોટેક્શનની અરજી દાખલ કર હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગેરાલ્ડનું ઈનક્રિપ્ટ એકાઉન્ટ અનલોક કરી શકાતું નથી. આ એકાઉન્ટમાં અંદાજે ૧૯૦ મિવિયન ડોલર (૧૩૦૦ કરોડ)ની કરન્સી લોક્ડ છે. ગેરાલ્ડ જે લેપટોપથી કામ કરતાં હતા તે ઈનક્રિપ્ટેડ છે અને તેનો પાસવર્ડ તેની પત્ની પાસે પણ નથી.
૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ક્વાડ્રિગાસીએક્સે તેમની વેબસાઈટના માધ્યમથી નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે, તેમને મંજૂરી આપવામાં આવે જેથી તેઓ તેમની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. કંપનીએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા અમુક સપ્તાહથી અમે અમારી આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટની માહિતી મેળવવા અને તેને સુરક્ષીત કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારે અમારા કસ્ટમર્સને તેમની ડિપોઝીટ પ્રમાણે પૈસા આપવા છે પરંતુ અમે એવું કરી શકતા નથી. કારણકે અમે ગેરાલ્ડના એકાઉન્ટને એક્સેસ કરી શકતા નથી.
ક્વાડ્રિગા દ્વારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી શકાય છે. તેના લોક થવાના કારણે ૧.૧૫ લાખ યુઝર્સને અસર થઈ છે. કંપનીના ૩.૬૩ લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કોટેનની પત્ની જેનિફર રોબર્ટસને કોર્ટમાં જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં આ માહિતી આપી છે.
જેનિફરે કહ્યું છે કે, કોટેનના મેન કોમ્પ્યૂટરમાં ક્રિપ્ટોકરન્સીનું કોલ્ડ વોલેટ છે જેને માત્ર ફિઝિકલ એક્સેસ કરી શકાય છે. તેનો પાસવર્ડ માત્ર કોટેન જાણે છે. પરંતુ તેમના મોત પછી કોલ્ડ વોલેટમાં ક્રિપ્ટોકરન્સી ફસાઈ ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



